હળવદ એક્ટિવ ગ્રૂપ દ્વારા વાવાઝોડા દરમિયાન લોકસેવા કરનારાઓનું સન્માન કરાયું 

- text


પૂજ્ય ભક્તિ નંદનદાસજી સ્વામી કાર્યક્રમમાં હાજર રહી આશીર્વચન પાઠવ્યા

હળવદ : બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં સ્થળાંતરિત આશ્રિતો તેમજ જરૂરિયાતમંદ લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર અધિકારીઓ,કર્મચારીઓ તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓની સાથે સાથે રાજકીય આગેવાનો અને પત્રકાર મિત્રોને સન્માનિત કરવા માટે હળવદ એક્ટિવ ગ્રૂપ દ્વારા ઉત્કૃષ્ટ સેવા સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

હળવદ હાઇ-વે પર આવેલ જનતા ફૂડ મોલ ખાતે શુક્રવારે સાંજે હળવદ એક્ટિવ ગ્રૂપના બળદેવ ભરવાડ,મેહુલ ભરવાડ,મયુર રાવલ,સોમ ભરવાડ દ્વારા બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે દિવસ રાત જોયા વગર નિસ્વાર્થ સેવા કરનાર વ્યક્તિઓને શીલ્ડ અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય, હળવદ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય,તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,ટીમ હળવદ કોંગ્રેસ,હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,સેક્રેટરી મહેશભાઈ પટેલ,એ.ટીડીઓ અમિતભાઈ રાવલ, હળવદ ફોરેસ્ટ અધિકારી વિપુલભાઈ ગોહિલ,નાયબ મામલતદાર ધીરુભાઈ સોનગરા,કાર્યપાલક ઇજનેર કે,ડી નીનામા,જે.એલ બરંડા,ડોક્ટર હિતેશભાઈ પટેલ,ડોક્ટર હર્ષદભાઈ લોરીયા,શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ,લોહાણા મહાજન વાડી હળવદ, હળવદ બ્રહ્મ સમાજ,હળવદ સરકારી હોસ્પિટલ સ્ટાફ,હળવદ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ હળવદ,વેપારી મહા મંડળ હળવદ,ચેમ્બર ઓફ કોમર્સ હળવદ,ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,કરણી સેના હળવદ,આદેશ યુવા ગ્રુપ ટીકર ચોકડી, હળવદ પત્રકાર સંઘ,દેવળીયાના સામાજિક કાર્યકર્તાઓ,સામાજિક કાર્યકર તપનભાઈ દવે,એલ એન્ડ ટી અમદાવાદ માળીયા હાઇવે નો સ્ટાફ,તલાટી કમ મંત્રી એસોસિયેશન હળવદ,આઇસીડીએસ ઓફિસર મમતાબેન રાવલ,સામાજિક કાર્યકર હાર્દિકભાઈ મારુડા,વિસાલભાઈ દરજી હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો સહિતનાઓનુ હળવદ એક્ટિવ ગ્રૂપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text