જૂનાગઢના ગિરનાર ઉપર 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ 

- text


શહેરમાં જળબંબાકારની સ્થિતિ, ઓજત નદી બે કાંઠે વહેતાં કેટલાય ગામ સંપર્ક વિહોણા

મોરબી : ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાના ધમાકેદાર આગમન વચ્ચે જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ પડ્યો હતો. જુનાગઢ ગીરનાર પર છેલ્લાં 24 કલાકમાં 16 ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડતા ગિરનારની આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને ગિરનાર પરથી પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો.

જુનાગઢ શહેરમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકીયો હતો. જેના કારણે જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે જૂનાગઢના બંને ડેમો ઓવરફ્લો થયા હતા. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ગિરનાર નજીક આવેલી સોસાયટીમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પણ ગોઠવણ ડૂબ પાણી ભરાયા હતા. જેમના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

- text

તો બીજી બાજુ અનેક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. ઘરોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાતાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. તેમજ સોસાયટીમાં રહેલી બાઈકો અને કારો પણ પાણીમાં ડૂબી ગઈ હતી. સતત પડેલા ભારે વરસાદના કારણે ઓજત નદી બે કાંઠે વહી હતી અને ઘેડ પંથકના કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા હતા. ઓજત નદીમાં પૂર આવતા કેશોદ, માણાવદર, વંથલી સહિતના કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા હતા.

- text