મોરબી બાયપાસે 25 વારીયા પ્લોટમાં ઘરમાં પાણી ઘુસી ગયા

- text


ત્રણ દિવસથી સતત વરસાદ પડતો હોય ફળિયા અને શેરીમાં પાણી ભરાઈ જતા રહીશોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું

મોરબી : મોરબીના બાયપાસ પર વાવડી રોડ નજીક કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ 25 વારીયા પ્લોટ વિસ્તારની ભારે વરસાદમાં નાજુક હાલત થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે 25 વારીયા પ્લોટ વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ત્રણ દિવસથી સતત વરસાદ પડતો હોય પાણી ફળિયા અને શેરીમાં ભરાઈ જતા રહીશોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

મોરબીના બાયપાસ ઉપર વાવડી રોડ અને કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ 25 વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. તેમાંય ગતરાત્રે ભારે વરસાદ પડ્યો હોવાથી ઘર અને ફળિયામાં પાણી ઘુસી ગયા છે. એક તો અમે સામન્ય વર્ગના વસાહતીઓ છીએ. ઉપરથી વરસાદમાં આવી હાલત થતા મુશ્કેલી મુકાય ગયા છીએ. વરસાદી પાણીનો જે નિકાલ હોય તે ભૂગર્ભ ગટરની કુંડી ચોકઅપ થઈ ગઈ હોય વરસાદનું પાણી નીકળતું નથી. પાણી ઠેલાયને પાછું ઘરમાં આવે છે. ભૂગર્ભ કુંડી ચોકઅપ થઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ જવાથી અમારા જેવા નીચાણવાળા વિસ્તારની કફોડી હાલત થઈ ગઈ છે.

વધુમાં વરસાદના પાણી ઘરમાં ઘુસી જવા ઉપરાંત ફળિયા અને શેરીમાં તલાવડાની માફક ભરાયા છે. આથી ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. નગરપાલિકામાં અનેક રજુઆત કરી પણ પાણીનો નિકાલ કરવા કોઈ આવતું નથી. આ સંજોગોમાં ગરીબ રહેવાસીઓ દ્વારા આજે પણ રજુઆત કરીને પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે.

- text

- text