મોરબીના એસપી રોડ ઉપર રહેવું હોય તો બોટ વસાવવી ફરજિયાત

- text


3થી 4 ઈંચ વરસાદ પડતા જ એસપી રોડ ઉપર કાર લઈને પસાર થવું પણ મુશ્કેલ

મોરબી : મોરબીના અતિ પોશ ગણાતા એસપી રોડની ભવ્યતા ચોમાસામાં છતી થઈ છે. માત્ર ત્રણથી ચાર ઈંચ વરસાદમાં જ એસપી રોડ ઉપર ધસમસતા પાણીના પ્રવાહો વચ્ચે કાર ચલાવવી પણ મુશ્કેલ બનતા હવે આ રોડ ઉપર રહેવું હોય તો લોકોને બોટ વસાવવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

મોરબીના સૌથી પોશ વિસ્તારમાના એક એવા એસપી રોડ ઉપર વરસો પહેલા વોકળો ચાલતો હતો ત્યા આજે સરકારી બાબુઓએ રસ્તો બનાવી નાખ્યો છે અને રસ્તાની આજુબાજુમા કરોડોની કિમતના ફલેટ નિર્માણ થયા છે. જો કે અહીં સરકાર કે ડેવલોપર્સ પાણીના નિકાલ માટેની વ્યવસ્થાને નજર અંદાજ કરતા અહીં વસવાટ કરતા ફલેટધારકોને બોટ ખરીદવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

ગઈકાલે પડેલા માત્ર ત્રણથી ચાર ઈંચ જેટલા વરસાદ પણ એસપી રોડ ઉપર કાર પણ ના ચાલી શકે તો આનો કાયમી ઉકેલ શુ ? એથી પણ આગળ અહીં બાળકોની નર્સરી પણ છે તે બાળકોને સ્કુલે જવાનુ કે પછી રીટર્નમા વધુ વરસાદ હોય તો ઘેર કેમ આવવુ તે વિચારવુ રહ્યુ ? આવા સવાલો ઉઠી રહ્યા છે.

એસપી રોડ ઉપર કરોડો રૂપિયા ખર્ચી ને ફલેટ લીધા હોય તે ફલેટધારકો ને ચોમાસા મા કાયમી હાલાકી નુ શુ ? આનો રસ્તો તો ફકત ત્યા રહેનાર લોકો ને જ કરવાનો રહેશે કે શુ ? આવી સમસ્યા નો ઉકેલ શુ ?

- text

મોરબીના એક ઉદ્યોગપતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એસપી રોડની હકીકત વર્ણવી અનેક સવાલો ઉઠાવ્યા છે જેમાં વગર વિચાર્યે બાંધકામ મંજૂરી આપતી પંચાયત તો કંઇ કરતી નહી અને એસપી રીંગરોડ ઘુનડા રવાપરને જોડતો રોડ સરકારે બનાવ્યો અથવા તો બનાવડાવ્યો ત્યા જેમના ખેતર હતા તેમને અને ઉંચા ભાવે ખેતર અને પ્લોટ વેચી અને નવો વિસ્તાર ડેવલોપ થયો ભાવ પણ મોરબીમા સૌથી ઉંચા અને ફલેટ પણ લેટેસ્ટ બધુ બરાબર રહ્યુ પણ હવે પછીની હાલાકી તો ત્યા રહેતા લોકોએ જ ભોગવવી રહી. લોકો હજુ પણ સમજે તો સારૂ અન્યથા આ સમસ્યાના ઉકેલ માટે બધા વચ્ચે ઇમરજન્સી બોટ વસાવવા પણ કટાક્ષ કર્યો હતો.

- text