ભારે વરસાદથી આમરણ – ધૂળકોટ વચ્ચેનો રસ્તો બંધ

- text


આમરણ ધૂળકોટ વચ્ચેના બેઠાપુલ ઉપરથી વધુ પાણી પસાર થતા રસ્તો ધોવાઈ ગયો

મોરબી : મોરબીના આમરણ ચોવીસીના ગામડાઓમાં ગતરાત્રે ધોધમાર વરસાદને પગલે આમરણ ધૂળકોટ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો છે. જેમાં આમરણ ધૂળકોટ વચ્ચેના બેઠાપુલ ઉપરથી વધુ પાણી પસાર થતા રસ્તો ધોવાઈ ગયો છે.

આમરણ ચોવીસીના ગામડાઓમાં ગતરાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેથી ગ્રામ્ય વિસ્તારના મુખ્યમાર્ગને ભારે અસર પહોંચી છે. આમરણ ધૂળકોટ વચ્ચેના બેઠાપુલ ઉપરથી વધુ પાણી પસાર થતા રસ્તો ધોવાઈ ગયો હોવાથી આમરણ ધૂળકોટ વચ્ચેના રસ્તો બંધ થઈ ગયો છે. આ રસ્તો ધોવાઈ જતા ભયજનક થઈ જવથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય ગયા છે અને રોડ ઉપરથી અવરજવર બંધ થઈ ગઈ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

- text

- text