મોરબીમાં ભુમાફિયાઓએ વોકળો બુરી દેતા આલાપ પાર્ક પાણીમાં ગરક

- text


વોકળો બુરી દઈ વરંડો વાળી લેવાતા સ્થાનિકોએ કલેકટરને ફરિયાદ કરવા છતાં પગલાં ન લેવાતા લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

મોરબી : મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં દબાણકારોએ આખેઆખો વોકળો બુરી નાખી વરંડો વાળી લેતા ગતરાત્રીના આવેલા ભારે વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ ન થતા સુપર આલાપ પાર્ક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબીના આલાપ પાર્કની અડોઅડ ખેતરને ફરતો વંડો વારી લેવાની સાથે દબાણકારો દ્વારા આ વંડાની અંદર આલાપ પાર્ક જમીન પર અનધિકૃત રીતે દબાણ કરેલ છે અને સાથે જ સુપર આલાપ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો હોવાથી સુપર આલાપ વિસ્તારમાં ચોમાંસામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

- text

વધુમાં આ સુપર આલાપ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગમાં હાલમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે, આલાપ પાર્ક સોસાયટીના રહીશોની લાગણી અને માંગણી કરી છે કે, સુપર આલાપનું થયેલ દબાણ વંડો દૂર કરી પાણીનો નિકાલ સુનિચિત કરવા માટે રજુઆત કરેલ છે. ચોમાસા અગાઉ પણ આલાપ પાર્કના રહીશોએ કલેકટર,ચીફ ઓફિસર સહિતના અધિકારી અને પદાધિકારીઓ પાસે રજુઆત કરી હતી છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ ન હોય આ સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો જણાવી છે.

- text