હળવદના કોયબાથી ઢવાણા વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના કોયબાથી ઢવાણા ગામ વચ્ચે આવેલ મેલડી માતાના મંદિર નજીક બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા કવાડિયા ગામના ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા ભરતભાઇ વેરસીભાઈ સિહોરાએ આરોપી બાઈક ચાલક જીવણભાઈ ચંદુભાઈ સિહોરા રહે.કવાડિયા ગામ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 જૂનના રોજ આરોપી બાઈક ચાલક જીવણ ચંદુ સિહોરાના બાઇકમાં બેસી તેમનો પુત્ર દિનેશ જતો હતો ત્યારે કોયબાથી ઢવાણા ગામ વચ્ચે આવેલ મેલડી માતાના મંદિર નજીક બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા તેમના પુત્ર દિનેશનું સારવાર દરમિયાન તા.16ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text