વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લાગશે

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-અમદાવાદ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાનો એક સેકંડ સ્લીપર કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં વેરાવળ થી 01.07.2023 થી અને ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસમાં અમદાવાદથી 07.07.2023 થી વધારાનો એક સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.હવે આ ટ્રેનમાં કુલ 19 કોચ હશે જેમાં 1 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 3 જનરલ અને 2 લગેજ વાન કોચનો સમાવેશ થાય છે.

- text

1278345107

- text