મોરબીમાં શાકભાજીના ભાવ ભડકે બળ્યા, ગૃહિણીઓમાં દેકારો

- text


વાવાઝોડા પછી આવક ઘટતા ટમેટા, કોબીચ, મેથી, ગિસોડા સહિતના તમામ શાકભાજીમાં ડબલગણો વધારો

મોરબી : મોરબીમાં હાલ શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. એનું મોટું કારણ એ છે કે, વાવાઝોડા પછી શકભાજીની આવક ઘટતા કિલો દીઠ શકભાજીના ભાવો ડબલ ગણા થઈ ગયા છે. મોરબીના શાક માર્કેટમાં શાકભાજીના ભાવવધારાથી ગ્રાહકીમાં પણ અસર પહોંચી છે. શાકભાજીમાં ડબલ ગણો કે ત્રણ ગણો ભાવવધારો થતા મહિલાઓ પણ શાકભાજીની ખરીદીમાં કાપ મૂકી રહી છે.

મોરબીના મુખ્ય શાક માર્કેટમાં હજારો મહિલાઓ સહિતના લોકો ખરીદી અર્થે આવે છે. પણ અત્યારે શાકભાજીના ભાવો સાંભળીને ગૃહિણીઓમાં કાળો કકળાટ મચી ગયો છે. કારણ કે વાવાઝોડા પહેલા જે શાકભાજીના ભાવો 50 થી 60 રૂપિયા કિલો દીઠ હતા. એમાં અત્યારે ડબલગણા ભાવ વધી ગયા છે. જેમાં ટમેટાના કિલો દીઠ પહેલા 50થી 60 રૂપિયા હતા એના ભાવ અત્યારે 100થી 300 રૂપિયા થઈ ગયા છે. શાકભાજીની કોવોલિટી પ્રમાણે ભાવ વધ્યા છે. આ રીતે રીંગણા, કોબીચ, ગિસોડા, કોથમરી, મેથી, કાકડી સહિતના શાકભાજીના વાવાઝોડા પહેલા કિલો દીઠ 50 કે 60 રૂપિયાનો ભાવ હતો. આ બધા શાકભાજીના ભાવો 100 થી 150 જેવા થઈ ગયા છે. ડુંગલી બટેકાના ભાવો પણ ડબલગણા વધી ગયા છે. ફૂટના ભાવો પણ વધ્યા છે. કેળા, સફરજન, દાડમ સહિતના ફૂટના ભાવો પણ વધ્યા છે. શાકભાજીના ભાવો વધવાથી શાક માર્કેટમાં જે ખરીદીની તેજી રહેતી એમાં પણ કાપ મુકતા ગ્રાહકી ડીમ પડી ગઈ છે.

શાકભાજીના વેપારીઓએ કહ્યું હતું કે, શાકભાજી વાવાઝોડા પછી મોંઘા બન્યા છે. શાકભાજીના ભાવો અત્યારે ડબલગણા વધી ગયા છે. તેથી જોઈએ તેવી શાકભાજીની ખરીદી થતી નથી. આવક તો ઉપરથી આવે છે. પણ ભાવવધારાથી શાકભાજીની ઓછી ખરીદી થતી હોય હોલસેલમાં અમે પણ ઓછું શાકભાજી લઈએ છીએ, કારણ કે વધુ શાકભાજી લઈએ અને ખરીદી ન થાય તો શાકભાજી બગડી જાય અને મોટી ખોટ જાય એથી શાકભાજી પણ ઓછું જ લઈએ છીએ.

- text

મહિલાઓ સહિતના લોકોએ જણાવ્યું હતું કે, પહેલા શાકભાજી કિલો કે 500 ગ્રામ લેતા હતા. પણ હવે ભાવ વધતા અમારું બજેટ ખોરવાય ગયું છે. એક કિલોની જગ્યાએ અત્યારે અઢીસો ગ્રામ શાકભાજી જ લઈએ છીએ. અગાઉ બે ટાઈમ શકભાજીની રસોઈ બનાવતા પણ હવે એક ટાઈમ કઠોળનું શાક અને એક ટાઈમ શાકભાજીનું શાક બનાવીએ છીએ. શાકભાજી એટલું મોંઘું થઈ ગયું છે કે રોજ કયું શાકભાજી ખરીદવું તેની ચિંતા હોય છે. શાકભાજીની ખરીદીમાં કાપ મૂકીએ છીએ અને એક મહિનો સુધી આ શાકભાજી મોંઘું રહેશે. પછી રાબેતા મુજબ ભાવ ઘટવાની શકયતા છે.

- text