મોરબીના ખેવારીયા ગામે ચોરા નજીક જુગાર રમતા પાંચ પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના ખેવારીયા ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતિની મજા માણી રહેલા મોરબીના રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજભાઇ જોશી, ખેવારીયા ગામના રમેશભાઈ બચુભાઈ કાલરીયા, ગોરધનભાઈ અવચરભાઈ રાજપરા, ભીખુભા બાપુભા જાડેજા અને રાજેશભાઈ જેઠાભાઇ પ્રજાપતિને ઝડપી લઈ રોકડા રૂપિયા 11,210 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text