હળવદમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા, પાકને નુકશાન

- text


કેનાલ વારંવાર ઓવરફ્લો થતા નિકાલ માટેની ગટર બંધ થવાથી બધું પાણી આજુબાજુનાના ખેતરોમાં ફરી વળ્યું

હળવદ : હળવદ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી આસપાસના ખેતરોમાં ભરાયા હતા. તેથી ઉભા પાકને નુકશાની થયાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. જો કે, કેનાલ વારંવાર ઓવરફ્લો થતા તેના નિકાલ માટેની ગટર બંધ થવાથી બધું પાણી આજુબાજુનાના ખેતરોમાં ફરી વળ્યું છે. કેનાલ સાફ ન કરાતા આ સ્થિતિ ઉદભવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

હળવદના ચરાડવા અને ઇશ્ર્વરનગર વચ્ચે નર્મદા કેનાલ અોવરફ્લો થઈ છે. જેથી નર્મદાની પેટા કેનાલમા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલના પાણી છલકાયને ખેડૂતોના ઉભા પાકમા ઘુસી જતા પાકને નુકશાની થઈ છે. કેનાલ સાફ ન કરાતા અવારનવાર કેનાલ છલકાય છે. કેનાલ સાફ કરવાના નામે લાખોના બીલો બને છે.પણ કેનાલ સાફ થતી નથી. તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જતા ભારે નુકશાની થઈ હતી.

- text

ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ કેનાલને તંત્રએ સાફ ન કરતા વારંવાર ઓવરફ્લો થયા કરે છે. આ કેનાલના પાણી ખેતરોમાં ન ફરી વળે તે માટે કેનાલના પાણીના નિકાલની ખેડૂતોએ બરોબર વ્યવસ્થા કરાવી હતી. એ જે ગટરની વ્યવસ્થા કરી છે તેમા માટી નાખી છે. એટલે કેનાલના પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો. હવે પરિસ્થિતિ એ આવી છે કે પાણી પોતાનું વહેણ જાતે શોધી લે એમ કેનાલ ઓવરફ્લો થાય ત્યારે એ પાણી ખેતરોમાં ઘુસી જાય છે અને પાકને નુકશાની થાય છે. તેથી સિંચાઈ વિભાગ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

- text