હળવદમાં નબીરાઓના સરાજાહેર જોખમી બાઇક સ્ટંટ

- text


યુવાનોએ રોડ ઉપર બાઇકમાં દિલધડક પ્રયોગો કરી વીડિયો વાયરલ કર્યા

હળવદ : સગીરો માટે વાહન ચાલવાની કાયદામાં સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે એથી સગીરો વાહન ચલાવે એ ગેરકાયદે ગણાય છે. પણ આજકાલ માહોલ જ એવો થઈ ગયો છે કે, માતાપિતાએ પોતાના સગીર વયના સંતાનોને બાઇક ચાલવામાં રોકતા કે ટોકતા નથી. પરિણામે સગીરો રોડ ઉપર કેવા કેવા ખેલ કરે છે તે વાલીઓ માટે આંખ ઉઘાડનાર કિસ્સો બહાર આવ્યો છે. જેમાં હળવદમાં સગીરોએ એવા જોખમી બાઇક સ્ટંટ કર્યા કે નજરે જોનારાના ધબકારા ચુકી જાય. આવા દિલધડક કરબતો સામે વાલીઓ ઉપર પોલીસ પણ જાગે તે જરૂરી છે.

હળવદના શરણેશ્વર મંદિર તેમજ હાઇવે ઉપર સગીર વયના બાળકો શ્વાસ અધ્ધર કરી મૂકે તેવા જોખમી બાઇક સ્ટંટ કરતા હોવાના અનેક વીડિયો સામે આવ્યા છે. સીન સપાટા નાખવા અને રીલ બનાવવા માટે આવા સગીરોએ પોતાનો અને બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકી હેરતઅંગેજ સ્ટંટ કર્યા છે. આવા અનેક વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં જોખમી સ્ટંટ છે કોઈ સગીર ડબલ સવારીમાં રોડ ઉપર સર્પાકાર એટલે આમથી તેમ જાણે રોડ પોતાની જાગીર હોય તે રીતે બાઇક ચલાવે છે. આ રીતે બાઇક ચલાવવામાં રસ્તો આખો રોકી રાખે છે.

- text

વીડિયો બનાવવા માટે જોખમી સ્ટંટ કરનાર સગીરોમાં કોઈ બાઇક ચાલક છુટા હન્ડેલે બાઇક ચલાવે છે અને એ પણ ફૂલ સ્પીડે, અમુક સગીર વયના બાઇક ચાલક તો હદ કરી નાખી છે. જેમાં તે બાઇકનો આગળનો ભાગ ઉંચો કરીને પાછળના એક વ્હીલના સહારે બાઇક ચલાવે છે. તો બીજો બાઇક ચાલક બાઇકને ધૂમરીએ ચડાવે છે આ વીડિયોમાં ફિલ્મી ગીતો સાથે તાલ મિલાવીને બાઇક જોખમી રીતે ચલાવે છે. વીડિયો ઉતરતી વખતે તેના સિવાય રોડ ઉપર કોઈ નજરે પડતું નથી. માટે બધું ગોઠવીને જ વીડિયો ઉતાર્યો હોય એવું લાગે છે. આ વીડિયો વાયરલ કરીને સીન સપાટા નાખ્યા છે.જાહેર રોડ ઉપર આવા બાઇક સ્ટંટ કર્યા ત્યારે પોલીસનું ધ્યાન ગયું તું કે નહીં ? સગીરોને વાહન ચાલવાની મનાઈ હોય સીધી રીતે બાઇક ચાલવવાને બદલે નબીરાઓ મનફાવે તેવા સ્ટંટ કરીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મુકતા હોય પોલીસ આવા બાઇક સ્ટંટ કરનારાઓને કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે.

- text