જાત મહેનત જિંદાબાદ ! વાવઝોડામાં પડી ગયેલા વીજ થાંભલા ખેડૂતોએ ઉભા કર્યા 

- text


હળવદના મયાપુર ગામે ખેડૂતોએ રાત દિવસ જોયા વગર મેહનત કરી વીજ પુરવઠો ચાલુ કરાવ્યો 

હળવદ :હળવદના મયાપુર ગામેં વાવઝોડા સમયે અનેક વીજ થાંભલા પડી જતા સપના ફીડર બંધ પડી ગયું હતું જે બાદ ખેડૂતોએ તંત્ર ઉપર આધાર રાખવાને બદલે જાત મહેનત જીંદાબાદ ઉક્તિ મુજબ પડી ગયેલા વીજ થાંભલા ઉભા કરી બંધ ફીડર ચાલુ કરાવ્યુ હતું.

હળવદના મયાપુર ગામના મિયાણી વીજ સબ સ્ટેશનનુ ફીડર વાવાઝુડા સમયે બંધ પડી ગયું હતું. આથી વીજ પુરવઠો ખોરવાયો હતો. તેથી મયાપુર ગામના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વગર જાતે જ મહેનત કરીને રાતોરાત પોલ ઉભો કરીને ખેડૂતને પાક બચાવ માટે તનતોડ મહેનત કરી હતી.આ તકે ભરતભાઇ દલવાડી અને મયાપુર ગામના સરપંચ નથુભાઈ કણજારીયાએ ગામ લોકોને સાથે રાખીને સપના ફિડેરને ચાલુ કર્યું હતું.

- text

- text