આરટીઓ, ખાણખનીજ અમારું કઈ ન બગાડી શકે ! નેશનલ હાઇવે ઉપર માટી-પથ્થરોનો ઢગલો

- text


હાઇવે ઉપર ફરી કોઈ માટી – પથ્થરોનો ખડકલો કરી પોલીસને પણ પડકાર ફેંકી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય

મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર માંતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોને જાણે કોઈને બીક જ ન હોય તેમ ગમે ત્યારે હાઈવેની વચ્ચોવચ માટી પથ્થરોના ઢગલા કરીને ટ્રાફિકને અવરોધી રહ્યા છે. ત્યારે આવા ભારે વાહન ચાલકોએ તંત્રને ફરી એકવાર આરટીઓ, ખાણખનીજ અને પોલીસને પડકાર ફેંકી મોરબી નેશનલ હાઇવે ઉપર માટી – પથ્થરોનો મોટો ઢગલો ખડકી દીધો છે. હાઇવે ઉપર આવા ઢગલા કરીને પડકાર ફેંકતા હોવા છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી.

મોરબીના લાલપર નજીક ઓનેસ્ટ હોટલની સામે નેશનલ હાઇવે ઉપર રાત્રીની સમયે કોઈ ભારે વાહનનો ચાલક માટી – પથ્થરોનો મોટો ઢગલો કરી ગયો છે. હાઇવે પર ઘણા આવા માલ ભરેલા વાહનો ચાલતો હોય કોણે આ ઢગલો કર્યો છે તે કહેવું મુશ્કેલ છે. પણ હાઇવેની વચ્ચોવચ આ માટી અને પથ્થરોનો ઢગલો કરી દેતા રોડ મોટો રોકાય જવાથી નાના વાહનો પણ માંડ માંડ નીકળી શકે છે. તેથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જાણકારોના કહેવા મુજબ દેખીતી રીતે જ આ ઢગલો કોઈ સીરામીકનો ભંગાર કે ખનીજચોરી કરેલ હોય છે પણ તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે અહીંયા હાઈવેની વચ્ચોવચ કેમ નાખી દીધો તે તપાસનો વિષય છે. પણ આ દિશામાં તંત્ર કાર્યવાહી કરતું ન હોવાથી ભારે વાહન ચાલકોની આવી મનમાનીથી અન્ય વાહન ચાલકોની મુશ્કેલી યથાવત રહી છે.

- text

- text