હવે ખટારામાં એસી ફરજીયાત ! ડ્રાઇવરને રાહત, ટ્રાન્સપોર્ટર ચિંતિત 

- text


ટ્રકમાં AC ફરજિયાત થતા ભાવમાં 50 હજાર રૂપિયાનો વધારો થશે

મોરબી : શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુ જોયા વગર દિવસ રાત હાઇવે ઉપર દોડતા રહેતા ટ્રકમાં હવે ડ્રાઇવરની સુખ સલામતી માટે એસી ફરજીયાત બનાવવા નક્કી કરાયું છે. જો કે, ભારતમાં મોટા ભાગના ટ્રક નોન-એસી હોય છે. હવે સેફ્ટીની સાથે સાથે ટ્રકના કેબિનમાં એસી પણ ફરજિયાત બનતા ટ્રાન્સપોર્ટરોએ ટ્રક માટે 50 હજાર રૂપિયાની આસપાસ વધુ ખર્ચ કરવો પડશે.

ભારતના રસ્તાઓ પર લાખો ટ્રક્સ દોડે છે જેના ડ્રાઈવરોની સુરક્ષા કે આરામની કોઈ કાળજી રાખવામાં આવતી નથી. ટ્રક ચાલકોએ ભયંકર ગરમીમાં પણ દિવસ રાત ટ્રક દોડાવવા પડે છે. જોકે, હવે ટ્રકની કેબિન ફરજિયાત એર કંડિશન્ડ હોવી જોઈએ તેવો નિયમ અમલમાં આવવાનો હોવાથી ટ્રક ચાલકોને રાહત થશે. પરંતુ તેના કારણે ટ્રાન્સપોર્ટરો માટે પ્રતિ ટ્રક 50,000 સુધી ખર્ચ વધી જશે. તાજેતરમાં રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટ્રકની કેબિનમાં એસી ફરજિયાત બનશે.

- text

વોલ્વો આઈશર કોમર્શિયલ વ્હીકલ્સના એમડી અને સીઈઓ વિનોદ અગરવાલે જણાવ્યું કે માઈનિંગ સેક્ટરમાં એસી કેબિન પહેલેથી ફરજિયાત છે. અન્ય સેગમેન્ટમાં પણ એર કંડિશન્ડ કેબિનની માંગ કરવામાં આવે છે. પરંતુ લાંબા અંતરે માલ લઈ જવામાં એસી કેબિનની ડિમાન્ડ નથી કારણ કે તેનાથી ખર્ચ વધી જાય છે. એસી કેબિનના કારણે ટ્રકના ખર્ચમાં 30,000થી 50,000 સુધીનો વધારો થઈ શકે છે. જેનો આધાર વાહનની સાઈઝ અને મોડેલ પર રહેલો છે. ખાસ કરીને લાઈટ કોમર્શિયલ વ્હીકલમાં કંપનીઓએ ડ્રાઈવટ્રેઇન બદલવી પડશે અને એન્જિન પાવરમાં વધારો કરવો પડશે.

ડેમ્લર ઈન્ડિયાના એમડી અને સીઈઓ સત્યકામ આર્યએ જણાવ્યું કે, માર્કેટમાં હાલમાં એસી ટ્રકનો હિસ્સો વધતો જાય છે. ભારત બેન્ઝના 60 ટકાથી વધારે ટ્રક્સમાં આવી કેબિન આવે છે. એટલે કે ભારતીય ટ્રક માલિકો પોતાના ડ્રાઈવરોને રાહત અને સુરક્ષા આપવા માટે કટિબદ્ધ છે.”આર્ય કહે છે કે ભારતમાં કાઉલ ટ્રક કેબિનની સિસ્ટમ બંધ કરવાની જરૂર છે જેમાં પ્લાન્ટની બહાર થર્ડ પાર્ટી આઉટફિટમાં કેબિન અને બોડી બનાવવામાં આવે છે. તેના કારણે ટ્રકની સુરક્ષાના નિયમોનો ભંગ થાય છે. યુરોપમાં સેફ્ટીના જે નિયમો લાગુ થાય છે તેમાં આખી કેબિન કવર કરી લેવામાં આવે છે. હાલમાં ટાટાના ટ્રક્સમાં એક ઓપ્શન તરીકે એસી કેબિન આપવામાં આવે છે.

- text