ત્રાજપર ચોકડીએ પોલીસની આડશ તોડી ભાગેલ બુટલેગરને એલસીબીએ નવા દેવળીયા નજીકથી દબોચ્યો 

- text


ધ્રાંગધ્રાથી રફાળેશ્વર દારૂની ડીલેવરી કરવા આવેલ બોલેરો ગાડીનો મધ્યરાત્રીએ પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો : નાકા બંધી કરાવી બોલેરો ગાડીનો સતત પીછો કરતા બુટલગરે અલ્ટો સહિતના વાહનનો બુકડો બોલાવ્યો : અંતે એક પકડાયો 

મોરબી : મોરબી એલસીબી પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સમયે ધ્રાંગધ્રાથી રફાળેશ્વર દારૂની ડીલેવરી કરવા આવેલ બોલેરો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર ત્રાજપર ચોકડી પાસે આડશ તોડી નાસી જતા બોલેરો ગાડીનો સતત પીછો કરતા બુટલગરે અલ્ટો સહિતના વાહનનો બુકડો બોલાવી હળવદના નવા દેવળીયા સુધી પહોંચી ગાડીમાંથી ઉતરી નાસી ગયો હતો જો કે, પોલીસે એક શખ્સને દબોચી લઈ વિદેશી દારૂનો વિશાળ જથ્થો તેમજ બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 11.28 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા તરફથી એક બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આ ગાડી મોરબીના રફાળેશ્વર ખાતે દારૂની ડીલેવરી કરવા આવે છે જેને પગલે મોરબી એલસીબી ટીમે ત્રાજપર ચોકડી નજીક આડશ ગોઠવી હતી અને જીજે-13-AX – 0820 નંબરની ઉપરોક્ત વર્ણન વાળી બોલેરો કારને રોકવા પ્રયાસ કરતા બોલેરો કારના ચાલકે આડશ તોડી નાખી ગાડીને માળીયા ફાટકથી જેતપર પીપળી રોડ થઈ હળવદના નવા દેવળીયા ગામમાં ઘુસી ગઈ હતી.

બીજી તરફ એલસીબી ટીમે ફિલ્મી ઢબે સતત પીછો કરી નાકાબંધી કરાવતા હળવદ પોલીસ કાફલો પણ નવા દેવળીયા ગામે પહોંચી ગયો હતો જ્યાં બુટલેગરે રસ્તામાં આદિ આવેલ અલ્ટો કાર અને અન્ય વાહનને હડફેટે લઈ નુકશાન પહોંચાડી ગાડીમાંથી ઉતરી જઈ અંધારાનો લાભ લઈ ભાગવાનું શરૂ કરતા એલસીબી ટીમે ગાડીમાંથી ઉતરી નાસી રહેલા વિજય વિનોદભાઈ ડાભી રહે.ધ્રાંગધ્રા વાળો પકડાઈ ગયો હતો.

- text

દરમિયાન પોલીસના હાથે પકડાઈ ગયેલ વિજય વિનોદભાઈ ડાભી રહે.ધ્રાંગધ્રા વાળાની પોલીસે પૂછપરછ કરતા નાસી ગયેલ અન્ય શખ્સ સુરેન્દ્રનગરના પીપળી ગામનો વસંત કાનજીભાઈ વાણીયા હોવાનું કબુલ્યું હતું અને દારૂનો આ જથ્થો મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભાવેશ ઉર્ફે કાળીયો કિશોરભાઈને આપવાનો હોવાનું કબુલ્યું હતું.

દરોડા દરમિયાન એલસીબી ટીમે બોલેરો ગાડીમાં ભરેલ જુદી જુદી બ્રાન્ડનો 708 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 3, 23,880, રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન તેમજ આઠ લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 11, 28,880નો મુદામાલ કબ્જે કરી બે ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરી મોરબી એલસીબી ટીમના પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text