હળવદ અમૃત સરોવરના કિનારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

- text


મહાનુભાવોના હસ્તે વડ, પીપળો, રાયણ સહિતના વૃક્ષોનું રોપણ કરાયું

મોરબી : સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ પર ઉજવણી થઇ હતી. જેના ઉપલક્ષ્યમાં આજરોજ હળવદ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાપકડા ગામે અમૃત સરોવરના કિનારે હળવદ મામલતદાર ચિંતન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

હળવદ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાની ઉજવણીમાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. આયુષ વિભાગ દ્વારા યોગ અને તેના મહત્વ વિશે સમજણ આપતા બેનર્સ મૂકીને યોગ વિશે જાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવેલ હતા. કાર્યક્રમના અંતે અમૃત સરોવરના સ્થળે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વડ, પીપળો, રાયણ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે હળવદ મામલતદાર ચિંતન આચાર્ય, સહ અધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી એમ. કે. સિંધવ, તાલુકાના પદાધિકારીઓ, સાપકડા ગામના સરપંચ નટુભાઈ કણઝરીયા, આયુષ ડોકટર પિલુડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, સાપકડા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને ગ્રામજનોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

- text