વાવાઝોડાથી બાગાયતી પાકોને થયેલ નુકશાન વળતર ચુકવવા માંગ  

- text


મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકશાન થયાની રજુઆત 

મોરબી : મોરબી જીલ્લામાં બયાગતી પાકની ખેતી કરતા ખેડૂતોને બીપરજોય વાવાઝોડાથી ભારે નુકસાન ગયું હોવાથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ બાગાયતી પાકોને થયેલ નુકશાન વળતર ચુકવવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, વાવાજોડાથી મોરબી જીલ્લાના ખેડૂતો કે જે બાગાયતી પાકની ખેતી કરે છે તેઓના કેરી , દાડમ, લીંબુ,ચીકુ, ખારેક, અને ડ્રેગનફ્રુડની ખેતીને મોટું નુકશાન જવા પામેલ છે. આ પાકો ના છોડ, ઝાડ ઉછેરવામાં ખુબજ ખર્ચ થતો હોય છે. આવો મોંઘો ખર્ચ કરીને ઉછરેલ પાકો તેમજ તેમાં થયેલ ફાળો નાશ પામેલ છે. તો આવા પાકો નું વાવેતર કરેલ ખેડૂતો ને તાત્કાલિક વળતર ચૂકવાવા તેઓએ ખેડૂતો વતી માંગણી કરી છે.

- text

- text