રામચોક નજીક પાઇપલાઇન તૂટી જતા પાણીનો બેફામ બગાડ

- text


દરરોજ સવારે લીકેજ લાઈનમાંથી પાણી રેલમછેલ થતા રોડ ઉપર પાણીના તલાવડા ભરાયા

મોરબી : મોરબીના હાર્દ સમાં રામચોક પાસે વસંતપ્લોટમાં પાઇપલાઇન તૂટી જતા પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. જેમાં દરરોજ સવારે લીકેજ લાઈનમાંથી પાણી રેલમછેલ થતા રોડ ઉપર પાણીના તલાવડા ભરાયા છે. તેથી તંત્ર પાણીનો બગાડ અટકાવે તેવી માંગ ઉઠી છે.

મોરબીના રવાપર રોડથી શનાળા રોડ રામચોક જવાના રસ્તે વસંતપ્લોટ નજીક આવેલ લોહાણા બોર્ડીંગ પાસે પીવાના પાણીનો ઘણા સમયથી ખોટો બગાડ થઈ રહ્યો છે. અહીંયા પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી દરરોજ સવારે પાણી વિતરણ સમયે આ લીકેજ લાઈનમાંથી મોટી માત્રામાં રોડ ઉપર પાણી વહી જાય છે. પાણીનો ખોટો બગાડ થતો હોય રોડ ઉપર પાણીના તલાવડા ભરાયા છે. ત્યારે હમણાં જ પાલિકામાં બે ત્રણ વિસ્તારના ટોળા પાણી પ્રશ્ને મોરચો માંડ્યો હતો. જો કે ઘણી જગ્યાએ આવી લીકેજ લાઇનને કારણે આગળના વિસ્તારમાં પાણી પહોંચતું નથી. તેથી તંત્રએ તાત્કાલિક ધોરણે પાણીનો ખોટો બગાડ અટકાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text