મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરાયું 

- text


મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી બહેનો પોતાના પગભર થાય અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા વાવડી રોડ પર આવેલા સીવણ કેન્દ્ર ખાતે બહેનોને સિવણનો ત્રણ મહિનાનો કોર્સ કરાવવામાં આવ્યો હતો. જે પૂર્ણ થતાં સમિતિ દ્વારા અષાઢી બીજના પાવન પર્વે બહેનોને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ ટી. સી. ફૂલતરિયા, વિનુભાઇ ભટ્ટ તેમજ સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેનના હસ્તે બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text