મોરબી જિલ્લામાં વાવઝોડામાં થયેલી નુકશાનીનો સર્વે શરૂ

- text


123 ટીમ કેશ ડોલ્સ ચુકવણી માટે અને 14 ટીમ મકાનોમાં થયેલી નુકશાનીનો સર્વેમાં જોડાઈ : 9224 અસરગ્રસ્ત લોકોને રૂ.22 લાખની કેશ ડોલ્સ સહાય ચુકવવાની કામગીરી શરૂ : જિલ્લા કલેક્ટર

મોરબી : મોરબી જિલ્લામાં વાવઝોડાએ બે દિવસ સુધી હાહાકાર મચાવી ભારે તબાહી કરી હતી. સત્તાવાર રીતે જિલ્લાના ત્રણ તાલુકામાં વાવઝોડાની શોધી વધુ અસર થઈ હતી. વાવઝોડામાં થયેલી નુકશાનીનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 123 ટિમો કેશ ડોલ્સની ચુકવણી માટે અને 14 ટિમો મકાનોમાં થયેલી નુકશાનીનો સર્વેમાં જોડાઈ છે. જ્યારે 9224 અસરગ્રસ્ત લોકોને રૂ.22 લાખની કેશ ડોલ્સ સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટુક સમયમાં આ તમામ લોકોને સહાય ચૂકવાઈ જશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. જોનકે વાવાઝોડામાં એકને ઇજા થઇ હતી. પણ જિલ્લા કલેક્ટરે ઓનેસ્ટ હોટેલમાં ગઈકાલે શેડ પડવાથી મહિલાનું મોત થયું તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. આમ સતાવાર રીતે એકપણ મોત ન થયાનું નોંધાયું છે.

મોરબી જીલ્લા કલેકટર જી ટી પંડ્યાએ જીલ્લાની વાવાઝોડાથી થયેલી નુકશાની મામલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં મોરબી, માળિયા અને હળવદ તાલુકામાં સૌથી વધુ અસર થઈ હતી. મોરબી જીલ્લાના પંચ તાલુકામાં કુલ ૧૨૯ ગ્રામ પંચાયતોમાં અસર થઈ હતી. હાલ ૧૨૩ ટીમો સર્વે માટે કામે લગાડી કેશ ડોલ્સ ચુકવણી શરુ કરી દેવામાં આવી છે. તથા ૧૪ ટીમો મકાન નુકશાની સર્વે માટે કામગીરી કરી રહી છે

- text

સમગ્ર વાવાઝોડાની સ્થિતિમાં 1 માનવ ઈજા થવા પામી છે અને 2 પશુના મૃત્યુ થયા છે મોરબી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય પંથકના મળીને કુલ ૯૨૨૬ અસરગ્રસ્ત લોકોને અંદાજે ૨૨ લાખની રકમ કેશ ડોલ્સ ચુકવાશે ૧૪ કાચા મકાનમાં વાવઝોડાને પગલે ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે મોરબી જીલ્લામાં કુલ ૬૮૫ વીજપોલ પડી જવાની ઘટના નોંધાઈ હતી અને ૩૧ ટીસી નુકશાની સામે આવી હતી જીલ્લાના કુલ ૩૫૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી

હાલ તંત્રએ ૧૨૪ પોલ ઉભા કરી દીધા છે અને ૧૦ ટીસી રેકટીફાઈ થયા છે તેમજ ૪૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરવા કામગીરી ચાલી રહી છે દર બે કલાકે વીજ તંત્ર પાસેથી રીપોર્ટ મેળવાઈ રહ્યો છે અને શાનીવ્રે રાત્રી સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થઇ જશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું

રોડ રસ્તામાં મોરબી જીલ્લાના ૯૦ કિમી રોડ રસ્તામાં નુકશાન થયું હતું નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના હાઈવેમાં નુકશાની થતા તાકીદે રીપેરીંગ શરુ કરી દેવામાં આવ્યું છે જીલ્લામાં તમામ રોડ રસ્તા હાલ ખુલ્લા છે એકપણ રોડ હાલ બંધ નથી. તમામ માર્ગો ચાલુ થઈ ગયા છે. મોરબી જીલ્લામાં કુલ ૨૮ થી ૩૦ રોડ, હાઈવે અને કોઝવે તેમજ પુલિયામાં ખાડા પડવા જેવું નુકશાન થયું છે જેનું તાકીદે રીપેરીંગ શરુ કરી દેવામાં આવ્યું હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

- text