હવે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તક ઘરઆંગણે : P.G. પટેલ કોલેજમાં BJMCનો કોર્ષ શરૂ

સૌરાષ્ટ્ર યુનવર્સિટી માન્ય પત્રકારત્વનો એક વર્ષનો કોર્સ : P.G પટેલ કૉલેજના BJMCના હેડ અને માર્ગદર્શક તરીકેની જવાબદારી મોરબી અપડેટના સુપ્રીમો અને સિનિયર પત્રકાર દિલીપ બરાસરા નિભાવશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તક ઘરઆંગણે જ મળી રહી છે. P.G. પટેલ કોલેજમાં BJMCનો કોર્ષ શરૂ થયો છે. જેની પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલુ થઈ ગઈ છે.

પ્રજાના પ્રશ્નોને વાચા આપતા એવા લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયા હાઉસમાં કામ કરી સેવાની સાથે શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી શકાય છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની સંસ્થાઓમાં જર્નાલીઝમના ડિગ્રી કોર્ષ ચાલે છે. જે ગ્રેજ્યુએશન પછી થાય છે. આ કોર્ષ માટે ઘણા મોરબીના યુવાનો છેક રાજકોટ સુધી અપડાઉન કરતા હતા.

આ સમસ્યા ધ્યાને લઈને તેમજ જે ઉત્સાહી વિદ્યાર્થીઓ મીડિયા, રેડિયો, પીઆરઓ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છે છે તેમના માટે P.G. પટેલ કોલેજ દ્વારા મોરબી અપડેટના વિશેષ સહયોગથી BJMC એટલે કે બેચલર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાવ્યો છે.

#નિષ્ણાંત અને અનુભવી પ્રાધ્યાપકો દ્વારા શિક્ષણ

#Fully AC ક્લાસરૂમ

# પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ઈન્ટરશીપ

કોલેજના પ્રેસિડેન્ટ દેવકરણભાઈ આદ્રોજા, પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ તેમજ BJMCના HOD દિલીપ બરાસરાએ વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉપ્લબ્ધ થયેલ આ કોર્ષનો લાભ લેવા જણાવ્યું છે.

આ કોર્ષ ફક્ત એક જ વર્ષનો છે. અહીં ગુજરાતી – ઈંગ્લીશ બન્ને માધ્યમમાં અભ્યાસ કરી શકાશે. આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ સ્નાતક કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. અહીંથી કોર્ષ દરમિયાન પ્રેક્ટિકલ અનુભવ માટે મોરબી અપડેટ સહિતની ન્યુઝ ચેનલમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

હાલ મર્યાદિત સીટ જ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે

પ્રવેશ માટે સંપર્ક

P.G. પટેલ કોલેજ

હોટેલ મહેશ પાસે,

શનાળા રોડ, મોરબી

9898288777