રવાપર ગ્રામ પંચાયતે વાવાઝોડાની સ્થિતિમાં 300 લોકોને આપ્યો આશરો

- text


મોરબી: રવાપર વિસ્તારમાં બિપરજોય વાવાઝોડુંની આફતને ધ્યાને લઈને કાચા મકાનો અને છાપરામાં રહેતા આશરે ૩૦૦ જેટલા લોકો માટે રવાપર ગામની બંન્ને શાળાઓમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણા, ઉપપ્રમુખ મોરબી તાલુકા યુવા ભાજપ ઓમભાઈ લાલાભાઈ કોઠીયા,આચાર્ય હિરેનભાઈ, તલાટીમંત્રી વિમલભાઈ, નવીનભાઈ ભટાસણા,અજયભાઈ ચાવડા, યોગેશ મેંદપર સહિતનાએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી.

- text

- text