શિરોઇ નજીક પડી ગયેલ વૃક્ષ એકતરફ ખસેડી રોડને ક્લિયર કરાવતી હળવદ પોલીસ

- text


મોરબી : જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન તથા શાખાઓની અલગ અલગ ટીમો બનાવેલ.જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટાફ હળવદ- મોરબી હાઈવે પર પેટ્રોલીંગમાં હતો. એ વખતે શિરોઈ ગામ પાસે વૃક્ષ પડી જવાથી રોડ બંધ થઈ ગયેલ, જેથી હળવદ પોલીસ સ્ટાફ દ્વારા તરત જ કાર્યવાહી કરીને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો.

- text

- text