મોરબીમાં વીજ લાઈન રીપેરીંગ અને વૃક્ષો ખસેડવાની પુરજોશમાં ચાલતી કામગીરી

- text


મોરબી : મોરબીમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે નગરપાલિકા દ્વારા મોરબી શહેરની અંદર નમી ગયેલા વૃક્ષો કે અન્ય કોઈ કાટમાળ ખસેડવાની કે સરખા કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં પીજીવીસીએલ, આરોગ્ય, માર્ગ અને મકાન, વન વિભાગ, નગરપાલિકા વગેરે દ્વારા આકસ્મિક સંજોગોમાં રાહત બચાવની કામગીરી તેમજ વાવાઝોડા બાદ જિલ્લામાં સ્થિતિ પૂર્વવત કરવા માટે ટીમો બનાવી તેમને સક્રિય કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા હાલ વિવિધ કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા પણ શહેરમાં પડેલા આડા પડેલા વૃક્ષ કે વીજ લાઈન પર નમેલા વૃક્ષ હટાવવાની કે તેને સરખા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી શોર્ટ સર્કિટની કોઈ ઘટના કે જાનહાનિ નિવારી શકાય. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text