મોરબી શહેર અને જિલ્લામાં અંદાજે 100થી વધુ વૃક્ષો થયા ધરાશાઈ

- text


મોરબી : મોરબીમાં આજે તારીખ 16ના રોજ સવારથી ભારે પવન ફુંકાવાના કારણે સૌથી વધુ વૃક્ષ અને વીજપોલ ધરાશાઈ થયા હતા. જેમાં મોરબી શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ અંદાજે 100થી વધુ વૃક્ષો ધરાશાઈ થયાનું જાણવા મળી રહ્યું છે. જોકે આથી મોટી સંખ્યામાં વૃક્ષોનો સોથ વળી ગયા ની શક્યતા છે

મોરબી અપડેટના વાચકોએ મોકલેલી માહિતી મુજબ નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે તથા વધુ એક જગ્યાએ પણ ઝાડ પડી ગયું હતું. તેમજ અણીયારી પ્રાથમિક શાળામાં તોતિંગ વૃક્ષ પડી ભાંગ્યું‌ હતું. જ્યારે મોરબીના સામા કાંઠે સો ઓરડી વિસ્તારમાં વૃક્ષ લાઈટના થાંભલા પર પડતા તૂટી પડ્યા હતો. તેમજ વાવડી રોડ ઉપર ગણેશ નગર પાસે વૃક્ષ પડતા વિજપોલ નમી ગયો હતો. તેમજ નવયુગ શૈક્ષણિક સંકુલમાં પણ વૃક્ષ ધરાશાયી થયું હતું. જ્યારે વૃક્ષો પડતાં મોટી બરાર, જસાપર, નાનીબરાર, દેવગઢ તેમજ જાજાસર જવાના રસ્તો બંધ થઈ ગયા‌ હતો. તેમજ પીપળીયા થી લૂંટાવદર આખી વીજ લાઈન પડી ગઈ હતી જેમાં 10 થી વધુ થાંભલા તૂટી ગયા હતા. તેમજ મોરબી શહેરમાં પવનના કારણે સામાકાંઠે બૌદ્ધનગરમાં વીજપોલ પડી ગયા હતાં. તેમજ મોરબીના પીપળીયા ચાર રસ્તા થી લૂટાવદર સુધીના વીજળીના થાંભલાઓ કડડભૂસ થઈ ગયા હતા. અને કાંતિપુર ગામે ભારે પવન ના કારણે હિલોળા લેતું વૃક્ષ ધરાશાઈ થયું હતું. અને અદેપર જવાના રસ્તે 10 વીજપોલ તેમજ વૃક્ષો પડી ગયા હતા.

આ ઉપરાંત મોરબીના લાલબાગ પાસે વૃક્ષ પડ્યું હતું. જ્યાં ટ્રાફિક બ્રિગેડ વૃક્ષને હટાવી રસ્તો શરૂ કર્યો હતો. તેમજ મોરબીની ત્રિકોણ નગર સોસાયટીમાં લીમડો પડી ગયો તથા ચામુંડા નગરમાં પણ વૃક્ષો પડ્યા હતા. આ સાથે ગાળા થી સાપર વચ્ચેના મોટાભાગના વીજપોલ પડી ગયા. શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે તોતિંગ વૃક્ષ ધરાસાઈ કરાયું હતું. તેમજ વૃક્ષ પડી જવાથી દેરાળા થી સરવડ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો.
જ્યારે જુના ઘાટીલા ગામે પણ વૃક્ષ અને વિજપોલ પડી ગયા હતા. તથા રાજકોટ હાઇવે પર અજંતા પાસે બે વિશાળ વૃક્ષો ધરાશાય થતાં રસ્તો બંધ થઈ ગયો હતો.

- text

તેમજ મોરબી રેલ્વે સ્ટેશનમાં વિશાળ લીમડો પડી ગયો હતો. રવાપર રોડ પર આવેલ સદગુરુ સોસાયટીમાં વિશાળ વૃક્ષ મૂળસોતું ઉખડીને જમીનદોસ્ત થઈ ગયું હતું. તેમજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે વૃક્ષ પડી ગયું હતું. અને રવાપર રોડ પર ખીચડની વાડી વિસ્તારમાં પણ વૃક્ષ પડી ગયું હતું. તેમજ વીસીપરા મેઈન રોડ પર શ્રી રામ જીન સામે મોટું વૃક્ષ પડી ગયું હતું.

તેમજ હળવદના નવા ધનાડા ઘનશ્યામ નગર ખાતે રસ્તા ઉપર મોટું ઝાડ તથા વીજળીનો થાંભલો પડી ગયાં. જ્યારે લૂંટાવદર ગામ ખાતે વૃક્ષ ધરાશાયી થયા હતા. મોડપર ગ્રામ પંચાયત પાસે પણ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. તેમજ મોરબીના ભડીયાદ ગામ ખાતે રામજી મંદિર સામેનું વૃક્ષો પડી ગયેલ હતા. તેમજ ભડીયાદ ગામમાં ભડીયાદ કાટે પાણીના સંપની બાજુમાં તોતિંગ વૃક્ષ રસ્તામાં પડી ગયું હતું. કોઈ જાન હાની થયેલ નથી.

તેમજ મોરબીની ખોખાણી શેરીમાં આવેલ જૂનું વિશાળ વૃક્ષ પડી ગયું હતું. જયારે વાંકાનેરના અરણીટીંબા પાસે ઝાડ પડી જવાથી રોડ બંધ થઈ ગયો હતો જે વાંકાનેર પોલીસ-ગ્રામજનો દ્વારા ખુલ્લો કરાયો હતો. જ્યાં43 માળીયા મીયાણા ગામે ઘર ઉપર વૃક્ષ પડ્યું હતું.

જ્યારે ફાયરની ટીમ દ્વારા મોરબીમાં SDM નિવાસ પાસે ધરાસાઈ થયેલ વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરાયો. જયારે મોરબી નગર પાલિકામાં વૃક્ષો પડી ગયા હતા.

- text