NEET 2023ના પરિણામમાં મોરબી નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ 

- text


મોરબી: ગઈકાલે NEETની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીએ ઝળહળતી સફળતા મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

ધોરણ 12 સાયન્સ મેડિકલના વિદ્યાર્થીઓ માટે મહત્વની જે NEETની પ્રવેશ પરીક્ષા છે જેનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. NEET પરીક્ષામાં નવયુગ સાયન્સ સ્કૂલ વિદ્યાર્થીઓએ દબદબો જાળવી રાખ્યો છે અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી અઘેરા હિત એ 720માંથી 675 માર્ક મેળવ્યા છે અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત NEETની પરીક્ષામાં 675 માર્ક સાથે નવયુગ સાયન્સ સ્કૂલે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આવું ગૌરવપૂર્ણ પરિણામ લાવનાર અઘેરા હિતને તેમજ 550 થી વધુ માર્ક્સ મેળવનારા નવયુગ સાયન્સ સ્કૂલના કુલ 12 વિદ્યાર્થીઓને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજિયા તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text