બીપરજોય અપડેટ : હળવદના રણકાંઠાના 150 લોકોનું સ્થળાંતર 

- text


સંભવિત વાવઝોડાને પહોંચી વળવા અધિકારીઓની બેઠક યોજાયા બાદ તુરંત કામગીરી શરૂ કરાઇ

હળવદ : હળવદમાં આજે સંભવિત વાવઝોડાને પહોંચી વળવા અધિકારીઓની બેઠક યોજાયા બાદ તુરંત કામગીરી શરૂ કરાઇ છે અને વાવઝોડાની જ્યાં અસર થવાની હોય તે વિસ્તાર હળવદના રણકાંઠાના 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

હળવદ પંથકમાં બીપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર રણકાંઠાની વસ્તારોમાં થાય તેવી શક્યતા છે. આ વાવઝોડાથી રણકાંઠા વિસ્તારમાં ઝુંપડા બાંધીને રહેતા લોકો ઉપર મોટું જોખમ છે. જો કે તંત્રએ અગાઉ અહીંથી આ લોકોને સલામત સ્થળે હટી જવાની સુચના આપી હતી. તેમ છતાં રણકાંઠા વિસ્તારના લોકો ન હટતા અને સવારે અધિકારીઓની બેઠક બાદ તુરંત જ રાહત અને બચાવની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં મામલતદાર ચિંતન આચાર્ય, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, હળવદ વન વિભાગના વિપુલભાઈ સહિતના અધિકારીઓ દ્વારા હળવદના રણકાંઠામાં ઝુંપડા બાંધીને રહેતા 150 જેટલા લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- text

- text