ટંકારા તાલુકામાં સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એક્શનમાં, અસરગ્રસ્તોનું સ્થળાંતર

- text


સાવડી તેમજ ફેકટરીઓમાં કામ કરતા શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા, ભારે વરસાદથી પુર જેવી સ્થિતિ ન થાય તે માટે વોકળાની યુદ્ધના ધોરનો સફાઈ

ટંકારા : ટંકારામાં સંભવિત વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર, પોલીસ તેમજ સંસ્થાઓ સહિતનું પ્રશાસન એક્શન મોડ ઉપર આવીને રાહત અને બચાવનું પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. જેમાં અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાવડી તેમજ ફેકટરીઓમાં કામ કરતા શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા છે.

- text

ટંકારામાં વહીવટી તંત્ર, પોલીસ તેમજ તમામ સરકારી વિભાગના અધિકારીઓ અને સંસ્થાઓ બીપોરજોય વાવઝોડાને પગલે હરકતમાં આવ્યા છે. ભારે પવન ફૂંકાતો હોય ટંકારા પંથકમાં જ્યાં જ્યાં કાચા મકનો કે ઝૂંપડામાં રહેતા લોકોનું પોલીસ સહિતના તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ સાવડી ગામે કાચા મકાનોમાં રહેતા લોકોને પોલીસે પાકા મકાનોમાં ખસેડી દીધા છે. તેમજ ફેકટરીઓમાં કામ કરતા 100 જેટલા શ્રમિકોને પણ સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ થતી હોય અને રેસ્ક્યુ ન કરવું પડે તે માટે તાલુકા પંચાયત દ્વારા હાલ પાણીના નિકાલ માટે વોકળાની સફાઈ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

- text