મોરબીમાં 2000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

- text


સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 20હજારથી વધુ લોકોનું સ્થળાંતરણ

મોરબી : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા અને કચ્છ તરફ આક્રમક બની આવી રહેલા બિપરજોય વાવાઝોડુંની ગંભીરતા જોતા ગુજરાત સરકાર દ્વારા સતર્કતા પૂર્વક સૌરાષ્ટ્રના મોરબી સાહિતના આઠ જિલ્લામાંથી 20 હજાર જેટલા લોકોને સલામત આશ્રય સ્થાનો ઉપર ખસેડવામાં આવ્યા છે.

ખાસ કરીને બીપરજોય વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં સૌથી વધુ હોય અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ સ્થળતાંર કામગીરી પ્રગતિમાં છે જે સાંજ સુધીમાં પૂર્ણ થશે.

- text

વધુમાં વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના દરિયાકાંઠાના 2000 લોકોને સલામત આશ્રય આપવામાં આવ્યો છે. એ જ રીતે જૂનાગઢ જિલ્લામાં 500 કચ્છમાં 6,786 જામનગરમાં 1500લોકોનું સ્થળાંતર કરાયું છે.

આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં 543,દ્વારકામાં 4,820, ગીરસોમનાથમાં જિલ્લામાં 408 લોકોનું સ્થળાંતર કરવાની સાથે રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું સરકાર દ્વારા જાહેર કરાયું છે.

- text