બીપોરજોય વાવઝોડામાં માનવી સાથે સરકાર પશુધનની પણ ચિંતા કરે : સીએમને રજુઆત

- text


પશુધન માટે ચારો અને રહેઠાણની વ્યવસ્થા કરવા માલધારી સમાજની માંગ

મોરબી : બીપોરજોય વાવઝોડાને કારણે હાલ સરકાર દ્વારા લોકોને વાવાઝોડાથી બચાવવા આશ્રય સ્થાનો ઉપર ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ત્યારે માલધારી સમાજે આ વાવઝોડા દરમિયાન માનવીઓની સાથે પશુધનને પણ હાનિ ન પહોંચે તે માટે સરકાર પશુધનની ચિતા કરીને તેમના માટે ચારો તેમજ રહેઠાણની વ્યવસ્થા કરે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

- text

ગુજરાત માલધારી સેનાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, હાલમાં સંભવિત વાવઝોડાને લઈને સરકાર લોકો અને સરકારી મિલ્કતની ચિંતા કરે છે. ત્યારે એટલી જ ચિંતા માલધારી સમાજના પશુધનની કરવી ખૂબ જરૂરી છે. આ વાવઝોડામાં પશુધનને પણ હાનિ પહોંચે તેવી ભીતિ છે. કુદરતી આફત આવે ત્યારે માનવની સાથે પશુધનને પણ હાનિ પહોંચતી હોય છે. તેથી વાવઝોડામાં પશુધનને હાનિ ન પહોંચે તે માટે સરકાર ખાસ પશુધનની ચિંતા કરી એના માટે ચારો અને સારી જગ્યાએ રહેઠાણની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠાવી છે.

- text