તંત્ર ધ્યાન આપે : જુના બસ સ્ટેન્ડમાં મસમોટા હોડીગ્સ ગમે ત્યારે પડું પડુંની હાલતમાં

- text


ભારે પવનને લીધે જુના બસ સ્ટેન્ડમાં હોડીગ્સ હલબલી ઉઠ્યા

મોરબી : બીપોરજોય વાવઝોડાનો ખતરો વધી રહ્યો છે. ત્યારે આ વાવઝોડાની અસરરૂપે ભારે પવન ફૂંકાતો હોવાથી મોરબીના જુના બસ સ્ટેન્ડમાં આવેલ હોડીગ્સ હલબલી ઉઠ્યા છે અને જુના બસ સ્ટેન્ડમાં મસમોટા હોડીગ્સ ગમે ત્યારે પડું પડુંની હાલતમાં હોય તેવી સ્થિતિ વચ્ચે તંત્ર આવા જોખમી હોડીગ્સ ઉતારી લે તેવી માંગ ઉઠી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડમાં આવેલા હોડીગ્સ ભારે પવનને કારણે ડગમગી ઉઠ્યા છે. હોડીગ્સ ઉપરના બેનરો પણ ફાટી ગયા છે. હોડીગ્સ ઉપર હોડીગ્સ એમ ચાર બાજુ બાજુમાં આવેલ હોડીગ્સ ભારે પવનથી હલબલી રહ્યા છે અને ગમે ત્યારે પડે તેવી હાલતમાં છે. બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભારે ભીડ રહે છે. ત્યારે આ જોખમી હોડીગ્સ કોઈની માથે પડે તે પહેલાં તંત્ર આવા હોડીગ્સ ઉતારી લે તેવી માંગ ઉઠી છે.

- text

- text