નવલખી બંદરે 75 થી 88 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ : 9 નંબરનું સિગ્નલ ચડાવાયું

- text


બીપરજોય વાવાઝોડાને પગલે પોર્ટમાંથી તમામ ટ્રકને બહાર કઢાઈ

મોરબી : વાવાઝોડું બીપરજોય સૌરાષ્ટ્રના દરિયા કાંઠા નજીક પહોંચતા જ તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે, આજે નવલખી બંદરે 10 વાગ્યા બાદ 9 નંબરનું સિગ્નલ ચડાવાયું છે જે સૂચવે છે કે હાલમાં દરિયાકાંઠે 75થી 88 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવાઝોડું બીપર જોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક પહોંચી રહ્યું છે અને ધીમે ધીમે તીવ્ર બની રહ્યું હોય હાલમાં દરિયાકાંઠા વિસ્તારમાં 75 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. નવલખી બંદરના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પોર્ટ ઉપર 10 વાગ્યા બાદ 9 નંબરનું ભયસુચક સિંગલ લગાવાયું છે.

- text

ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ આજે પવનની તીવ્રતા વધતા હાલમાં 9 નંબરનું સિગ્નલ ચડાવી પોર્ટમાં રહેલા તમામ ટ્રકને પોર્ટ બહાર ખસેડી દઈ નવા વાહનોને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.

- text