માળીયાની શુક્રમણી શાળાની વિધ્યાર્થીની કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટ લિસ્ટમાં

- text


માળીયા : માળીયા તાલુકાના જસાપર ગામની શુક્રમણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતીં વિદ્યાર્થિનીએ જ્ઞાન સાધના સ્કોલરશિપની કોમન પ્રવેશ પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કરીને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.

શુક્રમણી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મનાલી પ્રભાતભાઈ ચાવડાએ સરકાર દ્વારા લેવાયેલી જ્ઞાન સાધના સ્કોલરશિપની કોમન પ્રવેશ પરીક્ષા પાસ કરીને મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થિનીની આ સિદ્ધિ બદલ અને જસાપર ગામનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહીરે વિદ્યાર્થિની અને તેના શિક્ષક મનાલીબેન સહિતના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવે છે.

- text

- text