ખેડૂતના ખિસ્સામાંથી પડી ગયેલા રૂ.1.14 લાખ લાઈને ગઠિયો ફરાર

- text


કોયબા ગામથી હળવદ આવતી વખતે બનેલી ઘટના

હળવદ : હળવદના કોયબા ગામે ખેડૂતના ખિસ્સામાંથી રૂ.1.14 લાખ પડી ગયા બાદ આ રૂપિયાને એક ગઠિયો ઉઠાવીને ભાગી ગયો હતો. ખેડૂતના મરણમૂડી સમાન રૂપિયા આવી રીતે પડી ગયા બાદ ગઠિયો એ રૂપિયા તફડાવી જતા તેઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે અને આ બનાવની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text

હળવદના કોયબા ગામના રોડ પર ખેડુતના ખીસ્સામાથી રૂ.1,14,700 અચાનક જ પડી ગયા હતા. જેમાં કોયબા ગામથી હળવદ આવતા કેનાલ નજીક ખીસ્સમાથી રુપિયા પડી ગયા હતા. આ રુપિયા ખીસ્સમાથી પડવાની સાથે જ પાછળ આવી રહેલી બ્લુ કલરની સ્વીફ્ટ કાર વાળો વ્યક્તિ રુપિયા લઇને ભાગી ગયો હતો. હજુ તો ખેડુત રુપિયા પડેલા લેવા બાઇક પાછુ વાળે ત્યા તો ગાડીવાળો રુપિયા નજર સામે લઇને ભાગી ગયો હતો. તેઓએ બાઇક પાછળ દોડાવ્યું પણ કાર આગળ જઇને ગુમ થઇ ગઇ થઈ હતી. ગાડી વાળો રુપિયા લઇ હળવદ અથવા ધ્રાંગધ્રા બાજુ ગયો હોવાનુ અનુમાન છે. જે કોઇને આ બાબતે કાઈ પણ જાણ થાયતો ખેડુત જગદીશભાઇ કાનાભાઇ ચૌહાણનો મો.6351447662 ઉપર સંપર્ક કરવો તેવુ જણાવ્યું છે.

- text