મોરબીમાં ઝરફર ચાલુ : જિલ્લામાં 16 જૂન સુધી હળવાથી ભારે વરસાદની શકયતા

- text


હવામાન વિભાગે 12 અને 13 જૂને હળવાથી મધ્યમ તેમજ 14થી 16 સુધી છૂટો છવાયો અને અતિ ભારે વરસાદની આગાહી કરી

મોરબી :બીપોરજોય વાવઝોડાના ખતરાને લઈને હવામાન વિભાગે નવી અપડેટ જાહેર કરી છે. આ વાવઝોડાને કારણે મોરબી જિલ્લામાં આજથી 16 જૂન સુધી હળવાથી ભારે વરસાદની શકયતા છે અને હવામાન વિભાગે 12 અને 13 જૂને હળવાથી મધ્યમ તેમજ 14થી 16 સુધી છૂટો છવાયો અને અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે બીપોરજોય વાવઝોડાને પગલે વરસાદની આગાહી અંગે રાજ્યના જિલ્લા વાઇઝ અપડેટ જાહેર કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં ઘણી જગ્યાએ આજે 12 જૂને હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને આવતીકાલે 13 જૂને ઘણી જગ્યાએ હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ 14 જૂને છૂટોછવાયો અને અતિભારે વરસાદ અને તા.15 જૂને છૂટોછવાયો અને અતિભારે વરસાદ તેમજ 16 જૂને છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાવઝોડાની અસરરૂપે મોરબી શહેર અને જિલ્લામાં આજે સવારથી ખૂબ તેજ પવન ફૂંકાય રહ્યો છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે. ગમે ત્યારે વરસાદ પડે તેવું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. જો કે સાંજના પાંચ વાગ્યા સુધીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ક્યાંય પણ વરસાદ પડ્યો હોય એવા અહેવાલ મળ્યા નથી.

- text

- text