સાવચેતી : મોરબીના સીરામીક ઉધોગ દ્વારા ત્રણ દિવસ સુધી ડિસ્પેચ બંધ

- text


વાવઝોડાને લઈને જાનહાની ન થાય તે માટે સીરામીક ઉધોગનું પ્રોડક્શન બંધ રાખવું કે નહીં તે હવે નિર્ણય લેવાશે

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોય આજે સાવચેતીના પગલાં ભરવા માટે મોરબી આવેલા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ઉધોગો અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. સાથે મીટીંગ મળી હતી. જેમાં સીરામીક ઉધોગમાં આવતીકાલથી ત્રણ દિવસ ડિસ્પેચ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વાવઝોડાને લઈને જાનહાની ન થાય તે માટે સીરામીક ઉધોગનું પ્રોડક્શન બંધ રાખવું કે નહીં તેનો નિર્ણય હવે લેવાશે.

વિશ્વ સ્તરે ભારે કાઠું કાઢનાર ભારતનો બીજા નંબરનો મોરબીનો સીરામીક ઉધોગ રાત દિવસ ધમધમતો હોય પણ હવે વાવઝોડાની અસરતળે આ સીરામીક ઉધોગનું ત્રણ દિવસ સુધી ડિસ્પેચ બેંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નુકશાની ઓછી થાય તે માટે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો અને સીરામીક એસોએ આવતીકાલથી ત્રણ દિવસ સુધી ડિસ્પેચ બંધ રાખવામાં આવશે. તેમજ સીરામીક ઉધોગમાં વાવઝોડાના ખતરાથી જાનહાની ન થાય તે માટે સીરામીક ઉધોગનું પ્રોડક્શન બંધ રાખવું કે નહીં તેનો પણ મહત્વનો નિર્ણય હવે લેવાશે.

- text

સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ અને સીરામીક અગ્રણી નિલેશભાઈ જેતપરિયાએ કહ્યું હતું કે, સીરામીક ઉધોગમાં કાલથી ત્રણ દિવસ ડિસ્પેચ બંધ રખાશે. પણ સીરામીક ઉધોગમાં હજારો શ્રમિકો અને કર્મચારીઓ કામ કરતા હોય વાવઝોડાથી ભારે પવન ફૂંકાવાનો કારખાના શેડ ઉડી જાય કે બીજી કોઈ નુકશાની થાય તેનાથી શ્રમિકોને કોઈ હાનિ ન પહોંચે તે માટે મહત્વનો નિર્ણય લેવા એસોસિએશનના તમામ મેમ્બરોની આજે સાંજે પાંચ વાગ્યે મીટીંગ મળશે . જેમાં ભારે પવનથી સીરામીક ઉધોગમાં પ્રોડક્શન બંધ રાખવું કે નહીં તે અંગેનો સર્વાનુમતે નિર્ણય જાહેર કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text