વાવાઝોડાને પગલે હળવદની બજારોમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કાર્યવાહી

- text


રણકાંઠા વિસ્તારના અગરિયાઓને સલામત સ્થળે ખસી જવાની સૂચના

હળવદ : વાવઝોડાની અસરતળે હળવદ પંથકમાં તેજ પવન ફૂંકાય રહ્યો હોય હોર્ડિંગ્સ જોખમી બની ગયા હોવાથી કોઈની માથે પડે એ પહેલાં બજારોમાં લટકતા હોર્ડિંગ્સ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રણકાંઠા વિસ્તારના અગરિયાઓને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

- text

સંભવિત બીપોરજોય વાવાઝોડાને પગલે હળવદ તાલુકાના રણકાંઠાના ગામો વસતા હોય ત્યાં અગરિયા અને મોટી સંખ્યામાં શ્રમિક વર્ગ રહેતા હોવાથી આવા તમામ લોકોને સલામત સ્થળે ખસી જવાની મામલતદાર અને પ્રાંત અધિકારીએ સુચના આપી છે. બીજી તરફ વાવઝોડાને પગલે ભારે પવન ફૂંકાતો હોય હળવદની બજારોમાં લગાવેલા હોર્ડિંગ્સ જોખમી બન્યા છે. આથી હળવદ શહેરની મુખ્ય બજાર સમાં વિસ્તાર સરા ચોકડી, મોરબી ચોકડી, ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલ, બસ સ્ટેન્ડ, સરા નાકુ સહિતના વિસ્તારોમાં લાગેલા હોર્ડિંગ્સ જોખમી બન્યા હોય તંત્ર દ્વારા આવા હોર્ડિંગ્સને હટાવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text