મોરબી જિલ્લાની તમામ શાળાના આચાર્યો-શિક્ષકોને વાવઝોડાની કામગીરીમાં જોડાવવા સૂચના

- text


જિલ્લા શિક્ષણાધિકારીએ બે દિવસ શાળા બંધ રાખી વાવઝોડાને લઈને કામગીરી માટે હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ કરી

મોરબી : મોરબી જિલ્લામાં વાવઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હોય શાળામાં બે દિવસ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે અને મોરબી જિલ્લાના તમામ શાળાના આચાર્યો-શિક્ષકોને વાવઝોડાને લઈને કામગીરીમાં જોડાવવાની સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીએ બે દિવસ શાળા બંધ રાખી વાવઝોડાને લઈને કામગીરી માટે હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ કરી છે.

- text

બિપરજોય વાવાઝોડાની અરાર હેઠળ રાજ્ય ૨ા૨કા૨ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના સહિત છ જિલ્લાઓ પૈકી મોરબી જિલ્લાનો સમાવેશ થતો હોય વાવાઝોડાની સંભવિત અસરો અનુલક્ષીને વિધાર્થીઓની સલામતી અંગે તકેદારીના ભાગરૂપે તા.૧૪ જુન અને ૧૫ જુન ૨૦૨૩ આ બે દિવસ જિલ્લાની તમામ પ્રામિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અનઅધ્યયન રાખવાનું રહેશે એટલે કે વિદ્યાર્થીઓ માટે આ બે દિવસ રજા રાખવાની રહેશે. શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકોએ હેડક્વાર્ટ૨ ૫૨ ફ૨જીયાત હાજરી આપવાની “હેશે તેમજ વહિવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી બજાવવાની રહેશે. તેમજ આ સમયગાળા દરમ્યાન કોઈપણ કર્મચારીની રજા મંજુ૨ ક૨વાની રહેશે નહી જેથી ગોભરતાથી નોંધ લેશો તેનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

- text