કોમન પ્રવેશ પરીક્ષામાં હળવદના નવા ઘનશ્યામગઢનો વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ

- text


હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની અને ચોટીલા અભ્યાસ કરતાં શ્રેયકુમાર વિશાલભાઈ સંઘાણીએ સરકાર દ્વારા લેવામાં આવેલી કોમન પ્રવેશ પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને તાલુકાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

શ્રેયકુમાર સંઘાણીના માતા-પિતા ચોટીલા નોકરી કરતાં હોય તે ચોટીલા અભ્યાસ કરી રહ્યો છે. તેણે સરકાર દ્વારા લેવાયેલી કોમન પ્રવેશ પરીક્ષામાં 120માંથી 107 ગુણ મેળવ્યા છે અને મોડેલ સ્કૂલની મેરિટ લિસ્ટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. મહત્વનું છે કે, શ્રેય સંઘાણીના માતા કાળાસર આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

- text