ટંકારામાં GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો અંગે સેમિનાર યોજાયો

- text


સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ અને ઉમિયા કરીયર ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સેમિનાર યોજાયો

ટંકારા : ટંકારા ખાતે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઉમિયા કરીયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સોલા, અમદાવાદનાં નેજા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાના સબ સેન્ટરની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આજ રોજ તારીખ 10 જૂનના રોજ આ અનુસંધાને એક અવરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં UCDC, સોલા- અમદાવાદ ખાતેથી દેવાંગ દવે, ડેનિશ ડેડાણિયા અને ચિન્મય પટેલ હાજર રહ્યા હતા. સાથે સાથે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મેનેજિંગ ટ્રસ્ટી, ધનજીભાઈ, ટ્રસ્ટી બારૈયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, પાટીદારધામ મોરબીના પ્રમુખ કિરીટભાઈ, કેશવજીભાઈ, વિનોદભાઈ, સંસ્થાની સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી, કોલેજ પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ માકાસણા તેમજ પોલીસ ઇન્સ્પેકટર કેતનભાઈ માથુકિયા હાજર રહ્યા હતા.

ડેનીશભાઈ દ્વારા સંસ્થાનો પરિચય, સબ સેન્ટરની માહિતી અને પરિણામો વિશે ચર્ચા કરી હતી. દેવાંગ દવે દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપવામાં આવી હતી અને દીકરીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ઉદાહરણ આપી મોટીવેટ કરી હતી. કેતનભાઈ માથુકિયાએ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની સફરની વાત કરી હતી તેમજ દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.

આ અભ્યાસની વિશેષતા જોઈએ તો UCDC – સોલા, અમદાવાદની નિષ્ણાંત ટીમ દ્વારા માર્ગદર્શન, લેક્ચર, સેમિનાર, કન્યાઓ માટે સૂવર્ણ તક ઉભી થશે. હાલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને ગ્રેજ્યુએટ થઈ ગયેલી વિદ્યાર્થિનીઓ જોડાઈ શકશે. ખાસ કરીને બિન અનામત આયોગ દ્વારા આર્થિક સહાય, વર્ગ-૩ (ક્લાર્ક/જુનિ. ક્લાર્ક/તલાટી મંત્રી/TET-1.2 / TAT-1, 2 / BPS / પોસ્ટની વિવિધ જગ્યાઓની વિશેષ તૈયારી શનિવાર- રવિવારના દિવસોમાં નિવૃત IAS / IPS તથા અધિકારીઓ દ્વારા વર્ષ દરમિયાન કરાવવામાં આવશે.

- text

- text