હળવદ પંથકમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

- text


હળવદ : હળવદ પંથકના ચિત્રોડી ગામની સીમમાં 12 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર નરાધમ શખ્શને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ પંથકના ચિત્રોડી ગામ આસપાસ વાડીમાં રહેતા એક શ્રમિક પરિવાર ઉપર થોડા દિવસો પહેલા આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે વાડીએ એકલી રહેલી બાળકીને નરાધમે શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતી. આ બાળકીના માતા-પિતા બાજુની વાડીએ કોઈ સગા આવ્યા હોય તેમને મળવા ગયા હતા. ત્યારે ઘરે 12 વર્ષની બાળા અને તેનો 9 વર્ષનો ભાઈ એકલા હતા. આ અરસામાં રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા નામનો નરાધમ શખ્સ વાડીએ આવીને બાળાને બાજુની વાડીએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળાના માતા પિતાના બાઈકનો અવાજ આવતા આ શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

- text

બાદમાં બાળાએ રડતા રડતા પોતાની આપવીતી જણાવતા પરિવારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ભોગ બનનારનું મેડિકલ ચેકઅપ કરી આજે આરોપીને ઝડપી લીધો હતો અને આરોપીનું પણ મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

- text