માળીયાના મોટી બરાર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


મોરબી : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી બરાર અને જસાપર ગામની સીમ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઈ મગનભાઈ સરડવા, રહે.સરવડ, કાળુભાઈ વાઘાભાઈ હુંબલ, રહે.જશાપર, ધીરૂભાઈ વિરાભાઈ કાનગડ, રહે.જશાપર, કરશનભાઈ જલાભાઈ ભુંડીયા, રહે.પીપળીયા અને જયેશભાઈ રાણાભાઈ કાનગડ રહે.જશાપર ગામ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,700 તેમજ ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15,500 મળી કુલ રૂપિયા 31,200ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text