મોરબીની જનકપુરી સોસાયટીમાં રહેણાંકમાંથી વિદેશી દારૂ ઝડપાયો

- text


સીટી બી ડિવિઝન પોલીસે 168 બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી માળીયા નેશનલ હાઇવે નજીક આવેલી જનકપુરી સોસાયટીમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 168 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી માળીયા નેશનલ હાઇવે નજીક આવેલી જનકપુરી સોસાયટીમાં આરોપી વિપુલ મનસુખભાઇ ધલવાણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 168 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 25,700નો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text