મોરબીની 60 વર્ષ જુની એમ.એમ. સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


મોરબીઃ મોરબીની 60 વર્ષ જુની જિલ્લાની એકમાત્ર સાયન્સ કોલેજ એટલે કે એમ.એમ. સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કોલેજનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીના ભડીયાદ રોડ પર આવેલી એમ.એમ. સાયન્સ કોલેજમાં ધોરણ 12 સાયન્સ પછી B.Sc. કરવા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ કોલેજ મોરબી જિલ્લાની એકમાત્ર સરકારી ગ્રાન્ડેટ કોલેજ છે. જેમાં ખૂબ જ ઓછી ફીમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરેક વિષયની અદ્યતન લેબોરેટરીની સુવિધા, લેડીઝ રૂમની વ્યવસ્થા, લાઈબ્રેરી અને કોમ્પ્યુટર લેબ., NCC કાર્યરત, સરકારી સ્કોલરશિપનો લાભ સહિતની અનેક સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. એમ.એમ. સાયન્સ કોલેજમાં એડમિનશ મેળવવા માટે https://forms.gle/hKXmKP5zMgQJ6L2X7 લિંક પર ફોર્મ ભરીને કોલેજનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો,નં, 8160331928 અથવા ફોન નં. 02822-240501 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text