હળવદમા એક્ટિવા સાથે બાઈક અથડાતા ચાર શખ્સોએ યુવાનને ધોકાવ્યો

- text


હળવદ : હળવદમા એક્ટિવા સાથે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ યુવાનને ધોકા, પાઇપ અને લોખંડની ટોમી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના આંબેડકર ચોક નજીક ફરિયાદી કિશન ઉર્ફે કાળું પ્રવીણભાઈ બાબરીયા નામનો યુવાન પોતાનું એક્ટિવા લઈને જતો હતો ત્યારે આરોપી અનિલ ધીરજભાઈ દલવાડીના બાઈક સાથે અકસ્માત થતા અનિલ ગાળો આપી ઝઘડો કર્યા બાદ અન્ય આરોપી વિપુલ ધીરજભાઈ દલવાડી, બળદેવ મનજી દલવાડી અને ભરત મનજી દલવાડીએ એક સંપ કરી પાઇપ, ધોકા અને લોખંડની ટોમી વડે ફરિયાદી કિશન ઉર્ફે કાળુને બેફામ માર મારી ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text