સાર્થક સ્કૂલનું ધો.10નું ઝળહળતું પરિણામ, 4 વિદ્યાર્થીઓને એવન ગ્રેડ

- text


14 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું

મોરબી : આજે જાહેર થયેલા ધો. 10ના પરિણામમાં મોરબીની સાર્થક સ્કૂલે પણ બાજી મારી હતી. જેમાં સાર્થક સ્કૂલનું ધો.10નું ઝળહળતું પરિણામ આવ્યું છે અને સ્કૂલના 4 વિદ્યાર્થીઓને એવન ગ્રેડ તેમજ 14 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

મોરબીના સામાકાંઠે કેસરબાગ પાછળ આવેલી સાર્થક સ્કૂલનું ધો. 10નું 90.34 ટકા જેવું ઉજ્જવળ પરિણામ આવ્યો છે.સ્કૂલના 4 વિદ્યાર્થીઓને એવન ગ્રેડ તેમજ 14 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે. જેમાં ત્રિવેદી પ્રાર્થના આશિષભાઈએ 99.79, વારેવડીયા આલોક લાભુભાઈએ 99.69, ડાંગર કાવ્યા યોગવીરભાઈએ 99.42, વામજા નંદીની સંજયભાઈએ 99.42 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે આ સ્કૂલના ચાવડા અંશ વિનોદભાઈએ 99.08, વારેવડીયા કેવલ રાજુભાઇએ 98.66, મહેતા મહેક દેવેન્દ્રભાઈએ 98.66, રાણા ધીમહીબા પ્રમોદસિંહએ 98.16, વૈષ્ણવ જેનિલ રૂપેશભાઈએ 97.85, મહેતા કિષા અલ્પેશભાઈએ 97.32, પારેખ વિશ્વા વિમલભાઈએ 97.03, વાઘેલા યોગીરાજસિંહ વનરાજસિંહએ 96.53, પારેધી ખુશી જીજ્ઞેશભાઈએ 96.53, ગોહિલ હરદીપસિંહ જગદીશસિંહએ 95.77, સોલંકી રોશની રમેશભાઈએ 95.06, જાડેજા હરદીપસિંહ નરપતસિંહએ 94.00, ડાંગર કૃપાલી મહેશભાઈએ 93.43 પીઆર સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો છે.

સ્કૂલ સંચાલક કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે, તેમની શાળાનું ધો.10નું ઘણું જ ઉજ્જવળ પરિણામ આવ્યું છે. આથી ઉચ્ચ ગુણ સાથે જ્વલંત સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. ધો 10નું ઉત્કૃષ્ઠ પરિણામ આવવા પાછળ સ્કૂલમાં આપતું સારું શિક્ષણ ઉપરાંત વિધાર્થીઓની કઠોર મહેનત અને માતાપિતાનો પણ સારો સહયોગ જવાબદાર ગણાય છે.

- text

- text