મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણૂક

- text


મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે મોરબી, રાજકોટ અને કચ્છ સહીત ચાર જિલ્લા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુંક કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હળવદના રહેવાસી રણછોડભાઈ દલવાડીની નિમણુંક કરવામાં આવી હોવાનું પ્રદેશ ભાજપ મહામંત્રી અને હેડક્વાટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

- text

- text