હળવદ માર્કેટીંગ યાર્ડના ડ્રાઇવરની પુત્રીની ધો. 10માં ઉંચી ઉડાન

- text


હળવદની હિરલ ઝાપડાએ ધોરણ 10માં 93.58 પીઆર મેળવ્યા

હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં ડ્રાઇવર તરીકે કામ કરતા સામાન્ય પરિવારની દીકરીએ ધો. 10માં ઉંચી ઉડાન ભરી જ્વલંત સિદ્ધિ મેળવી છે. જેમાં આ ઝાપડા પરિવારની દીકરીએ 93.58 પીઆર મેળવી પરિવાર તેમજ સમાજ અને શાળાનું નામ રોશન કર્યું છે.

- text

આજે જાહેર થયેલા ધોરણ 10 ની પરીક્ષાના પરિણામમાં હળવદના અનેક વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.તેની સાથે સાથે ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેના માતા પિતા અભણ હોય અને દીકરા દીકરીઓએ સારું રિઝલ્ટ મેળવ્યું છે. જેમાં હળવદ માર્કેટીંગ યાર્ડમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા લક્ષ્મણભાઈ ઝાપડાની પુત્રી હિરલબેન લક્ષ્મણભાઈ ઝાપડાએ ધો. 10માં જ્વલંત સિદ્ધિ હાસિલ કરી છે. હળવદ શહેરની નવનિર્માણ સ્કૂલમાં અભ્યાસ કરતી હિરલબેન લક્ષ્મણભાઈ ઝાપડા (ભરવાડ)એ ધોરણ 10માં 93.58 પીઆર મેળવી પરિવારનું તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. હિરલબેન કહે છે કે મારા પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિ છે. પણ મને ભણવામાં નાનપણથી જ ખૂબ રુચિ હોવાથી ભણતરમાં હમેશા તેજસ્વી રહી છું. મારા અભ્યાસ પ્રત્યે લગાવ જોઈ ડ્રાઇવર તરીકે કામ કરતા મારા પિતાએ દીકરી દીકરા વચ્ચેનો ભેદ ભૂલી અને વ્હાલના દરિયાની જેમ મારો ઉછેર કરીને તેઓ કાળી મજૂરી કરીને પણ મને સારું શિક્ષણ અપાવ્યું છે. આજે મારા પિતાના સ્વપ્ન સાકાર કર્યાનું મને અતિ ગૌરવ છે અને આગળ અભ્યાસ પણ આવી જ તેજસ્વી રહીને મારા પિતાનું નામ ઉજળું કરવાની મારી તમન્ના છે.

- text