મોરબીના વિરપરડા અને વાંકાનેરના મોટા ભોજપરામા આગ

- text


બપોરના સમયે બન્ને ગામોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની દોડાદોડી

મોરબી : આજે બપોરના સમયે મોરબી તાલુકાના વિરપરડા અને વાંકાનેર તાલુકાના મોટાએ ભોજપરા ગામે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગને દોડાદોડી થઈ પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કાળઝાળ ગરમીમાં આજે બપોરના સમયે સવા વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમા તેમજ પોણા બે વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના વિરપરડા ગામે આગ લાગવાની ઘટના બનતા એક જ સમયે બબ્બે કોલ આવતા મોરબી ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી કરી બન્ને સ્થળોએ આગ કાબુમાં લીધી હતી.

- text

- text